કંટેન્ટ પર જાઓ

આજની ખાટી મીઠી..

સમાધાન એક એવી કળા છે કે લાડુના એવી રીતે ભાગ કરવા કે દરેકને એમ લાગે કે એને ભાગે જ મોટો ટુકડો આવ્યો છે. ……

Advertisements

મરણ પહેલાં મરી તો જો.

ગગનવાસી ધરા પર બે ઘડી શ્વાસો ભરી તો જો.
જીવનદાતા, જીવનકેરો અનુભવ તું કરી તો જો.

સદાયે શેષશૈયા પર શયન કરનાર ઓ, ભગવન !
ફકત એક વાર કાંટાની પથારી પાથરી તો જો.

જીવન જેવું જીવન, તુજ હાથમાં સુપરત કરી દેશું
અમારી જેમ અમને એક પળ તું કરગરી તો જો.

નથી આ વાત સાગરની,આ ભવસાગરની વાતો છે;
અવરને તારનારા!તું સ્વયં એને તરી તો જો!

નિછાવર થઇ જઇશ, એ વાત કરવી સહેલ છે ‘નાઝીર’
વફાના શ્વાસ ભરનારા, મરણ પહેલાં મરી તો જો.

a

રશ્નોત્તરી પછીના પરિણામ કેમ લખવા સંદિગ્ધ લાગણીના આયામ કેમ લખવા દરિયો નભી રહ્યો છે વહેતી નદીઉપર,પણ કાંઠાળ દાયરાઓ સરેઆમ કેમ લખવા જીવંત રાખતી રહી ખુદ જિંદગી મરણને ત્યાં શ્વાસ ખૂટવાના ઈલ્ઝામ કેમ લખવા વિસરી ગયા તમે પણ મેં જીવ દઇ ઉછેર્યા એ નામજોગ કિસ્સા,બે-નામ કેમ લખવા મતલબપરસ્ત આંખે ઘેઘૂર થઇ છવાયા ઈચ્છા ભરેલ સપનાં નિષ્કામ કેમ લખવા કડવાશ જિંદગીભર ગઝલાઇ પણ ન ખૂટી પીતો રહ્યો સહજ રહી,એ જામ કેમ લખવા મારે વસાવવું’તું ઘર મૌનની ગલીમાં પણ અર્થ લઇ ડૂબેલા એ ગામ કેમ લખવા મારો અભાવ જો જો ! ક્યારેક તો ખટકશે કહેશો પછી, સ્મરણને સુમસામ કેમ લખવા જમણી તરફ ગઝલ છે ડાબી તરફ તમે છો વચ્ચે ખુદા લખું પણ,નાકામ કેમ લખવા !

Hello world!

Welcome to WordPress.com. After you read this, you should delete and write your own post, with a new title above. Or hit Add New on the left (of the admin dashboard) to start a fresh post.

Here are some suggestions for your first post.

  1. You can find new ideas for what to blog about by reading the Daily Post.
  2. Add PressThis to your browser. It creates a new blog post for you about any interesting  page you read on the web.
  3. Make some changes to this page, and then hit preview on the right. You can alway preview any post or edit you before you share it to the world.